નવસારી જિલ્લા પ્રા.શિ.સંઘ દ્વારા બી.એલ.ઓ.ની કામગીરીમાથી શિક્ષકોને મુક્તિ આપવા બાબતે માનનીય કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. - શિક્ષક જગત

શિક્ષક જગતનાં વેબમાં આપનું સ્વાગત છે.

Breaking

Home Top Ad

Post Top Ad

Responsive Ads Here

Monday 28 August 2023

નવસારી જિલ્લા પ્રા.શિ.સંઘ દ્વારા બી.એલ.ઓ.ની કામગીરીમાથી શિક્ષકોને મુક્તિ આપવા બાબતે માનનીય કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

     



નવસારી જિલ્લા પ્રા.શિ.સંઘ દ્વારા બી.એલ.ઓ.ની કામગીરીમાથી શિક્ષકોને મુક્તિ આપવા બાબતે માનનીય કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

    તારીખ ૨૮-૦૮-૨૦૨૩નાં દિને નવસારી જિલ્લા પ્રા.શિ.સંઘ દ્વારા બી.એલ.ઓ.ની કામગીરીમાથી શિક્ષકોને મુક્તિ આપવા બાબતે નવસારી જિલ્લાના  માનનીય કલેકટરશ્રી અમિત  પ્રકાશ યાદવ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું. 
         
           જેમાં વિવિધ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. શિક્ષકોને બીએલઓની કામગીરીમાંથી મુક્તિ અપાવી, અન્ય ૧૨ કેડરનાં સરકારી /અર્ધ સરકારી કર્મચારીઓને સપ્રમાણ કામગીરીની સોંપણી કરવી, ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં ફરજ બજાવતા તમામ સરકારી /અર્ધ સરકારી કેડરનાં કર્મચારીઓનું રજિસ્ટર નિભાવી જેમણે આજ  દિન સુધી બીએલઓની કામગીરી કરેલ ન હોય તેને પ્રથમ પ્રાધાન્ય આપવું ત્યાર બાદ રોટેશન પ્રમાણે કામગીરીની સોંપણી કરવી, સતત ત્રણ વર્ષ સુધી બીએલઓની કામગીરી કરેલ હોય તેમને તત્કાળ મુક્તિ આપવી, ૫૦ વર્ષ કરતાં વધુ વયના કર્મચારીઓને બીએલઓ કામગીરીમાંથી મુક્તિ આપવી, મુખ્ય નિર્વાચન અધિકારીની સૂચના મુજબ ગણિત વિજ્ઞાનના શિક્ષકોને આ કાર્યમાંથી મુક્તિ આપવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
            
             આ આવેદનપત્ર નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીકુમાર પટેલ, મહામંત્રી હેમંતસિંહ ચૌહાણ તથા જીલ્લા પ્રા. શિ.સંઘ ઉપપ્રમુખ ચંન્દ્રેશભાઈ, નવસારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી રાજેશભાઈ ચૌધરી, ગણદેવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી કલ્પેશભાઈ ટંડેલ, ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી હિતેશભાઈ પટેલનાં હસ્તે આપવામાં આવ્યું હતું.

               



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages